Jain Dharam no jay jay kar .... Stop NON-Veg



१५ साल की मुस्लिम लड़की ने सिर्फ एक देरासर के दर्शन करके अपनी पूरी जिंदगी नॉन-वेज खाना छोड़ दिया ... और अठाई तप भी किया ..... खूब खूब ... अनुमोदना ....


૧૫ વર્ષની મુસ્લિમ કિશોરીએ અઠ્ઠાઈ તપ કર્યું.

'જીવદયાની ભાવના જાગતા મેં માંસ ન ખાવાની પ્રતિજ્ઞાા લીધી...'

પર્યુષણ પર્વમાં દેરાસરમાં દર્શન કરવા આવેલી કિશોરીને તપશ્ચર્યા કરવાનો 'ભાવ' થયો

અમદાવાદ, બુધવાર
સમાજમાં રહેતા પૈકીનાં મોટાભાગનાં લોકો દરેક ધર્મને માન આપતા હોય છે. હિન્દુ લોકો પણ મુસ્લિમોનાં રોઝા રાખે છે. જ્યારે મુસ્લિમ બિરાદરો પણ હિન્દુના શ્રાવણ માસમાં ઉપવાસ તેમજ જૈનોનાં પવિત્ર એવા પર્યુષણમાં તપશ્ચર્યા કરે છે. પાલનપુરમાં રહેતી ૧૫ વર્ષની મુસ્લિમ કિશોરીએ પણ પ્રથમ વખત જ અઠ્ઠાઈ કરી છે. જેમાં સરસ વાત એ છે કે અઠ્ઠાઈ તપ કર્યા બાદ તેનામાં ઘણા પરિવર્તનો આવી ગયા. આ કિશોરીએ ઉપવાસ બાદ આજીવન માંસ નહીં ખાવાની પણ પ્રતિજ્ઞાા કરી લીધી.
પાલનપુરમાં માતા-પિતા સાથે રહેતી અને ધો. ૯માં ભણતી જ્હાનવી સિન્ધી કહે છે કે, કોઈ ધર્મ અલગ નથી. ચાહે એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય કે શીખ ધર્મ હોય. દરેક ધર્મમાં છેલ્લે મોક્ષની વાત કરવામાં આવી છે. જૈન ધર્મમાં પણ આવા ગુણો હોવાથી મેં ઉપવાસ કરવાનું નક્કી કર્યું હતું. દેરાસરમાં જઈને ભગવાનનાં દર્શન કર્યા બાદ તુરંત જ મેં અઠ્ઠાઈ તપ કરવાનો નિર્ણય કર્યો હતો.
અઠ્ઠાઈની તપશ્ચર્યા કર્યા બાદ મારો સ્વભાવ ઘણો જ બદલાઈ ગયો છે. જીવનમાં મોટું પરિવર્તન આવી ગયાની લાગણી થાય છે. ઉપવાસ પહેલા પણ 'જીવહત્યા'થી હું પીડા અનુભવતી હતી પરંતુ ઉપવાસ બાદ તો મારામાં જીવદયાની ભાવના જાગી ઊઠી છે. એટલું જ નહી આચાર્ય મ.સા. મનોહર કિર્તીસાગરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં મેં આજીવન માંસ નહીં ખાવાની પ્રતિજ્ઞાા કરી છે. દરેક ધર્મમાં એક આગવી વિશેષતા હોય છે અને દરેક ધર્મનાં લોકો જો પોતાના ધર્મ ઉપરાંત, બીજા ધર્મનાં સારા ગુણોને અપનાવે તો ધર્મ કોઈ ચોક્કસ સંપ્રદાયનો ના બનતા સર્વધર્મ બની જશે. પાલનપુર દેરાસરનાં મ.સા. ઉદયકિર્તીસાગર સૂરી કહે છે કે, જ્હાનવી મુસ્લિમ હોવા છતાં જૈન ધર્મની અઠ્ઠાઈ કરીને ધાર્મિક સહિષ્ણુતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરું પાડયું છે. જહાનવીની માતા ગઝલાબેન પાલનપુરમાં કોર્પોરેટર છે. તેમનાં પિતા અજીતભાઈ વ્યવસાય કરે છે. મેં ૪૦ વર્ષમાં પ્રથમવાર જ કોઈ મુસ્લિમ કિશોરીને અઠ્ઠાઈ કરતા જોઈ છે. ગુરૃદેવનાં આશિર્વાદ બાદ તેનું મનોબળ મજબુત બન્યું છે. તેમજ જૈનધર્મ પ્રત્યેનું આકર્ષણ વધ્યું છે. શનિવારે ૩૦ તપસ્વીઓનો વરઘોડો નીકળશે જેમાં જ્હાનવીને બગીમાં બેસાડી લઈ જવાશે.

No comments: