Showing posts with label ધર્મપત્ની ને સહ્રિદય અર્પણ. Show all posts
Showing posts with label ધર્મપત્ની ને સહ્રિદય અર્પણ. Show all posts

ધર્મપત્ની ને સહ્રિદય અર્પણ


અર્ધાંગીની નું ઋણ મંજૂર,
તે આપેલું, હર સુખ-દુખ મંજૂર.
અજાણ્યો હું, મારો હાથ પકડી ને સાથે આવી,
મારા પર નો તારો આ અફર ભરોસો મંજૂર.
મધ દરિયે ડોલતી મારી જીવન નાવ ને ,
તે તારા સાથ રૂપી સાહિલ આપ્યો, એ સાથ મંજૂર.
પ્રેમ ને હમેશા હું પરોક્ષ ગણતો,
પ્રત્યક્ષ કરાવેલ તારો પ્રેમ મંજૂર.
આપણે ફરેલ, મંગળફેરા,
કરેલો હર એક વાયદો મંજૂર.
તારા વિના હું શૂન્ય છું,
શૂન્ય માંથી તારું કરેલ હર સર્જન મંજૂર. 
જીવન ની જેમ, મૃત્યુ પણ નક્કી જ છે,
હરદમ તારો સાથ દેવાની મારી પ્રતિજ્ઞા મંજૂર
સબંધ આપણો અફર છે અમર છે,
હર અવતાર માં તારો જ સાથ આપવાનું વચન મંજૂર