Showing posts with label દીકરીને પારકી થાપણ કહેવાય નહીં. Show all posts
Showing posts with label દીકરીને પારકી થાપણ કહેવાય નહીં. Show all posts

દીકરીને પારકી થાપણ કહેવાય નહીં


દીકરી હૈયા કેરો હાર, ખીલતી ખુશીઓનો ગુલાલ,
દીકરીને પારકી થાપણ કહેવાય નહીં...
પાડતી કુમ કુમ કેરા પગલા, એ તો આંગણ કેરી વેલ,
દીકરીને પારકી થાપણ કહેવાય નહીં...
આંગળી પકડતી, પિતાના પ્યારથી આંસુડા પોછતી,
દીકરીને પારકી થાપણ કહેવાય નહીં...
લક્ષ્મી બની આવી, લાવી એ તો હેતભરીને વહાલ,
દીકરીને પારકી થાપણ કહેવાય નહીં...
ત્રણકુળ તારતી, મનમાં એ તો અભિમાન ના લાવતી
દીકરીને પારકી થાપણ કહેવાય નહીં...
કંકુ કેરા થાપા કરતી, આંસુભરી વસમી વિદાય એ તો લેતી
દીકરીને પારકી થાપણ કહેવાય નહીં...
મા-બાપના દુ:ખ દેખી ના શકે, એ તો દોટ મૂકીને આવતી,
દીકરીને પારકી થાપણ કહેવાય નહીં...
પિયરમાં પ્રિત કેરો ટહુકો, સાસરમાં સૌને એ તો ગમતી,
દીકરીને પારકી થાપણ કહેવાય નહીં...
દીકરી દેવોભવ, દીકરી સૌની વ્હાલ ભરેલો દરિયો,
દીકરીને પારકી થાપણ કહેવાય નહીં...
એક ભવમાં અનેક રૂપ ધારણ કરતી, એ તો ત્રણકુળ તારતી,
દીકરીને પારકી થાપણ કહેવાય નહીં.........