નવ-રસ

નવ-રસ


૧. શૃંગાર રસ ( જે રસદ્વારા સ્ત્રીપુરૂષનો પ્રેમ વ્યક્ત થાય,દા.ત.કાલિદાસનું મેઘદૂત-શાકુંતલ)


૨. હાસ્ય રસ (હાસ્ય ઉપજાવે એવી લાગણી કે વિનોદ. દાત. જીવનમાં ઘટેલી વિનોદ પમાડે તેવી ઘટના))


૩. કરુણ રસ (હ્રદય દયાથી પીગળી જાય એવી થતી લાગણી, દા.ત. રડતા સંતાનને નિહાળી માતાને થતી લાગણી)


૪. વીર રસ ( વાંચનાર કે સાંભળનારનું પૌરુષ જાગૃત કરે કે જુસ્સો પ્રેરે તેવી લાગણી, દા.ત. આઝાદીના સમયનો દેશપ્રેમ)


૫. અદ્ભુત રસ ( હ્રદયમાં અલૌકિક,ચમત્કાર, આશ્ચર્ય કે અપાર વિસ્મયતા પમાડતી, રોમાંચની લાગણી, દા.ત. જાદુગરના ખેલ)


૬. રૌદ્ર રસ ( હ્રદયમાં ક્રોધ સાથે ઊઠતા તોફાનની લાગણી, દા.ત.શિવજીનું રૌદ્રસ્વરૂપ )


૭. ભયાનક રસ ( હ્રદયમાં અણચિતવ્યા દ્ગશ્યને જોતાં અથવા તેનું મનન કરતાં, ક્ષોભ-કમકમાં ઉપજાવતી ભયની લાગણી, દા.ત. હૉરર ફિલ્મ)


૮. બીભત્સ રસ ( હ્રદયમાં જુગુપ્સા,અણગમો કે અશ્લીલભાવ ઉપજાવનાર લાગણી, દા.ત.  લોહી, માંસ, પરુ વગેરેથી થતી ત્રાસની લાગણી)


૯. શાંત રસ. ( કામક્રોધાદિના શમનપૂર્વક વૈરાગ્યની પરિપુષ્ટતાને શાંત રસ કહે છે. દા.ત. ભગવાન મહાવીર, બુદ્ધ જેવી સન્યસ્તસિદ્ધિ)

2 comments:

Prinjal Shiyal said...

ખૂબ સરસ, ધન્યવાદ બ્લોગ લખવા માટે.

Unknown said...

ખુબ સરસ
પરંતુ જો અપણે ગુજરાતી સાહિત્યને ધ્યાને લઇ ને પુરવાર કરવું હોય આ નવ રસ ના નામ તો કોઈ મદદ મળે ખરી