• એક તરફ એક હજાર મણ લાકડા અને બીજી તરફ અગ્નિને એક કણીયો
• એક તરફ હજારો ઉંદર અને બીજી તરફ એક જ બિલાડી
• એક તરફ હજારો ધેટા-બકરા અને બીજી તરફ નાનકડુ સિંહનું બચ્ચુ
• એક તરફ હજારો (અનંતા) ભવ ના કર્મો અને બીજી તરફ એક નવકાર
માટે જ નિત્ય નવકાર મંત્રનું સ્મરણ કરવું જોઈએ. નવકારના સ્મરણ થી જેમ ગારૂડિક સર્પનું ઝેર મંત્રથી ઉતારે છે તેમ સંસારના રાગદ્વેષનું ઝેર નવકાર મંત્રથી ઉતરે છે.
નવકાર માં ત્રણ તત્વો……
નવકારમાં દેવ-ગુરુ-ધર્મ તત્વ સમાયેલા છે. તેના વડે પાપ-તાપ-સંતાપ દુર થાય છે. અને શાંતિ-સમતા-સમાધિ પ્રાપ્ત થાય છે.
• દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ માટે સવારે ઉઠીને ત્રણ નવકાર ગણવા
• મરણની જાણ ન હોવાથી સંસારની સર્વ વસ્તુની મમતા ન રહે તે માટે રાત્રે 7 નવકાર ગણવા
• બની શકે તો દિવસમાં એક બાંધી નવકારવાળી ગણવી
નવકાર મહિમા…….
• નવકાર મંત્ર પાપરૂપી પર્વતને ભેદવા વજ્ર સમાન છે.
• નવકાર મંત્ર કર્મરૂપી વન ને બાળવા દાવાનળ સમાન છે.
• નવકાર મંત્ર દુઃખરૂપી વાદળને હટાવવા પવન સમાન છે.
• નવકાર મંત્ર મોહરૂપી દાવાનળને ઠારવા મેઘ સમાન છે.
• નવકાર મંત્ર અજ્ઞાનરૂપી અંધકારને ટાળવા સૂર્ય સમાન છે.
No comments:
Post a Comment