Gujarati Thought


**************************

ગઝલોની દુનિયા પણ અજીબ છે,
અહીંયા આશું ને પણ જામ બનાવાય છે,
કહીયે જો દિલના દૅદની વાત,
તો પણ દુનિયા વાહ - વાહ પોકારે છે..

**************************

જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું..?
આંખોથી જોઉ તો નજર લાગે છે તને,
હોઠૉથી ચુમુ તો શરમ લાગે છે તને,
જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું..?
દિલમાં વસી છે તુ તો દર્દનો અહેસાષ નથી મને,
સરખે ભાગે વહેંચુ પ્રેમ તોય ભાગ લાગે છે તને,
જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું..?
લખુ પત્ર લોહીથી તોય સમય નથી તને,
આમ કરું તોય દિલમાં કદર નથી તને,
જીવનમાં તને ચાહું તો કેવી રીતે ચાહું..?
-
અજ્ઞાત


******************************

નાના હતા ત્યારે આપણે પેન્સિલ વાપરતા હતા..
અને હવે પેનથી કામ ચલાવીએ છીએ..
ખબર છે .. કેમ .. ????
.
.
…….
.
.
કેમ કે, નાના હતા ત્યારે આપણે આપણી ભૂલોને ભૂંસી શકતા હતા..!!
પણહવે નહીં………….!!!!!

********************************
સત્ય હંમેશા તેલ જેવુ હોય છે,
તમે ગમે તેટ્લુ પાણી ઉમેરો,
હંમેશા સપાટી પર તરતુ રહેશે.
*********************************

કોઇની પણ વાતમાં પડતો નથી,
એટલે હું કોઇને નડતો નથી.

જે ઘડીએ જે મળ્યું મંજૂર છે,
ભાગ્ય સાથે હું કદી લડતો નથી.

કોણે છલકાવ્યા નજરના જામને,
આમ તો હું જામને અડતો નથી.

હામ હૈયામાં છે મારા એટલે,
ઠોકરો ખાઉં છું પણ પડતો નથી
******************************

કોઇ હસીને તો કોઇ રડીને દર્દ છુપાવે છે,
કેટલાયે મારી જેમ મજબૂરીથી ચલાવે છે.

કોઇ એને જઇને જરૂરથી આટલું કહેજો,
કે મારી ધડકન એની યાદો ચલાવે છે.

કલમ પણ કમાલ કરે છે કાયમ જોને,
શાહીથી બસ નામ તેનું લખાવે છે.

દિલ હોય કે કોલસો બળ્યા પછી તો રાખ ,
તો પછી દોસ્તી ભૂલી પ્રેમ શા માટે કરાવે છે.

પ્રેમ પણ કેવો અદભૂત કમાલ કરે છે ભલા,
ડૂબવાને આરે હતો ને છતાં તરાવે છે.

જગ્યા નથી હવે કોઇના માટે એના દિલમાં
દરવાજા પર ચોકી કરાવે છે.

********************************

માણસ મકાન બદલે છે ...,
વસ્ત્રો બદલે છે .....,
સંબંધો બદલે છે .....,
છતાં પણ દુ:ખી છે ........,
કારણ કે .....
તે પોતાનો સ્વભાવ બદલવા તૈયાર નથી ..

No comments: