મંદિરમાં દાખલ થતાં જ

મંદિરમાં દાખલ થતાં જ મેં એમને પૂછ્યું : ‘દેવ, કોઇ દિવસ નહિ અને આજે ઉદાસ કેમ? આપ તો પરમ આનંદનો અવતાર છે અને આ દુ:ખ શા માટે? શું કોઇએ આપનું અપમાન કર્યુ? શું આપની પૂજા બરાબર થતી નથી?’

આપે ગંભીર બનીને જવાબ આપ્યો, ‘વત્સ, અહીં જે કોઇ આવે છે તે મારી પૂજા જ કરવા આવે છે, સૌ કોઇ મારે માટે કંઇનું કંઇ લાવે છેપણ અ હું થાકી ગયો છું. ધૂપ, ચંદન, પુષ્પ...ો, અગરબત્તી વગેરે વસ્તુઓથી અહીંનું વાતાવરણ પવિત્ર છે. ચારે બાજુ સુવાસ છે. પણ મને પગે પદવા આવનાર વ્યક્તિઓના હ્રદયમાં મેં કદી પણ સુવાસ જોઇ નથી અને તેથી જ હું મૂંજાઇ ગયો છું. અહીં બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરે છે પણ એ વખતે એમનું ધ્યાન ક્યા શેઠે ઓછી દક્ષિણા આપી એમાં ભટક્તું હોય છે.
વજુ કોટક

No comments: