Showing posts with label પત્નીને ખુશ રાખવાના ઉપાયો. Show all posts
Showing posts with label પત્નીને ખુશ રાખવાના ઉપાયો. Show all posts

પત્નીને ખુશ રાખવાના ઉપાયો

આમ તો માનનીય બ્રહ્માજીએ અમુક એવા મોડેલ ટેસ્ટીંગ વગર નીચે ધરતી પર મોકલી આપ્યા છે 
કે ઉપરથી ભગવાન આવીને લાખ યત્નકરે તો પણ કોઈ વાતે ખુશ ના થાય. 
પણ પડ્યું પાનું નિભાવી લેવું એ ભારતીય સંસ્કૃતિ છે, અને પુરુષે આ પોતાની 
પત્નીને ખુશ રાખવાવિષયે યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ. તો અહી પત્નીને ખુશ 
રાખવાના થોડાક ઉપાય બતાવ્યા છે. એ તમારે જાણવા જોગ.

1. 
તમે તમારી પત્ની સાથે વાતચીત કરતા હોવ ત્યારે વચ્ચે ના બોલો


2. 
સવારે ઓફિસ જતા મોજા જાતે શોધી લો

3. 
ઓફિસથી&nbsp ;ઘેર આવીને મોજા બાથરુમમાં જાતે ધોવા નાખો


4. 
સાસુ સસરા કે કોઇ પણ પિયરીઆ ઘેર આવે તો એક નકલી પૂછડી ચોટાડી જોર જોરથી હલાવો 
(પણ એમને ચાટવાની કોશિશ ન કરશો!)

5. 
એ બીજા શહેરની હોય તો એના શહેરની કોઇ પણ ખુબી શોધી એના વખાણ કરો (અરે, 
આ તો શાયરોનુ શહેર નહી? પેલા કવિ “બેવકુફ”અહીનાં જ નહીં?)

6. 
એની કોઇ પણ સહેલીના રુપના વખાણ ક્યારેય ન કરો


7. 
એની સહેલી ઘેર આવી હોય તો ડ્રોઇંગ રૂમમાં વારેઘડીયે આંટા ન મારો


8. 
એની મમ્મીની રસોઇના વખાણ કરો


9. “
હું કેવી લાગુ છુ” નો પ્રમાણિકપણે જવાબ આપવો શકય ના હોય તો એમ કહો કે “ 
આજે તો તું સાવ જૂદીજ લાગે છે”

10. 
એના મામાની સરકારમાં બહુ પહોંચ છે એવુ કહો, સાસુ પણ ખુશ રહેશે


11. "
તારા પપ્પા બહુ સોશિયલ છે” એવુ મહિને ઓછામા ઓછુ એક વાર કહો


12. 
ટીવી જોતી વખતે : “અરે, જોતો, આ કેટરિનાએ તારા જેવી જ હેરસ્ટાઇલ કરી છે” એવુ કહો
.

13. 
તમારી વાત ટુંકમાં કરો.

14. 
એના પિયરિયાનો ફોન હોય અને “આજે શાક કેવી રીતે દાઝી ગયુ?” એ વિષય પર લાંબી 
વાતચીત ચાલતી હોય તો તમે તમારાઅગત્યના કામ પડતા મુકી ધીરજપુર્વક એ ફોન પુરો થાય 
ત્યાં સુધી રાહ જુઓ.

15. 
જમવા બેસતી વખતે પાણી જાતે ભરી લો


16. 
એની વાત ધ્યાન પુર્વક સાંભળો છો એવુ એટલીસ્ટ બતાવો તો ખરા જ
.

17.. 
એ કશુ કહેવા આવે તો છાપુ બા જુ પર મુકી વાત સાંભળો
.

18. 
એ વાત કહેતી હોય ત્યારે ટી.વી. મ્યુટ કરી દો
!

19. 
ઉતરન અને ક્રિકેટ મેચ સાથે ચાલતા હોય તો ઉતરન ચાલતી હોય તે ચેનલ મુકો. એ જો ભુલે ચુકે 
સામો વિવેક કરે તો એમ કહો કે “મેચતો રોજ આવે છે”

20. 
એ એમ કહે કે “આજે બહુ ગરમી છે” તો પંખો ફાસ્ટ કરો યાર
!

21. 
એ એમ કહે કે “આજે બહુ થાકી ગઇ  છુ ” તો તરત કહો કે “ચાલ, આજે બહાર જમવા જઇએ
”

22. 
એ એમ કહે કે “આજે રસોઇ કરવાનો મુડ નથી” તો તરત કહો કે “સાચુ કહુ, હું તો પીઝા મંગાવવાનુ જ વિચારતો  હતો
”

23. 
વાત વાતમાં એના સોગંદ ખાવ (તારા સમ, તુ સાચે આજે જુદી લાગે છે
!)

24. 
બેડરુમમાં બામની વાસ સહન ના થાય તો ફરિયાદ કર્યા વગર કોક દિવસ ડ્રોઇંગરુમમા સુઇ જાવ
.

25 . 
કોઇ પણ ફરિયાદ કરવી હોય તો સીધી નહી પણ આડકતરી રીતે કરો જેમ કે: દાળ પાણી જેવી હોય તો 
“ આજે દાળ કંઇક જુદી જ હતી!”અને રોટલી કાચી બને તો “આ વખતે ઘંઉ સારા નથી આવ્યા” એમ કહો.
Part 1 માટે મિત્ર વર્તુળ નો સારો પ્રતિસાદ ને અનુસન્ધાને Part 2 રજુ કરુ છું :

Part 2 
કી- ર્ડઝ :મોનોલોગ, પિયરિયા,તકેદારી, ફોન મેનર્સ, કકળાટ, ખર્ચો,જાતે કરો
 
26. અઠવાડિયે એક વાર તો સમય અનેસંજોગો જોઇ ને પૂછી લો કે "કેમ આજે ઢીલી લાગે છે
?"

27. 
શાક સારુ ના બન્યુ હોય તોઅંદર ટોમેટો સોસ નાખો, ફરિયાદ ન કરો
.

28. 
એક  હાથથી ભાખરી ન તૂટતી હોય તો બીજો હાથ વાપરો ! ભગવાને બે હાથ શેના માટે આપ્યા છે
?

30. 
સફેદ કપડા ક્યારેય ન ખરીદો.અથવા તો પાન-મસાલા છોડી દો
.

31. 
બેલ વાગે તો&nbs p;દરવાજો ખોલવાતમે જાવ, એમાંકાંઇ વારા થોડા પડાય બોસ
!

32. 
ઓફિસનુ કામ ઘરે ન લાવો., શકય હોય તો ઘરનુ કામ ઓફિસ લઇ જાવ
.

33. 
તહેવારો પર નવા કપડા ખરીદવા રૂપિયા ઢીલા કરો
.&nb sp;

34. 
એના ડ્રેસ ખરીદવા સાથે જવાનુ એ પોતે કહે તો પણ ટાળજો, છેવટે બન્ને ખુશ રહેશો
!

35. 
નવા ડ્રેસમાં એ જાડી લાગેતો એમ કહેજો કે " આ ડ્રેસ એક સાઇઝ નાનો આવી 
ગયો લાગે છે"

36. 
એનો ભાઇ બહુ ઇન્ટેલીજન્ટછે તેવુ જાહેર કરો


37. 
લાલ કપડામાં પોસ્ટ ઓફિસનાડબલા જેવી લાગે છે તેવી લોથલ જોક ન મારવી. લાલ કપડામાં 

સાગરમાં ડિમ્પલ કાપડિયા  આવીજ લાગતી હતી એમ કહો.

38. 
તમે ખરીદેલી વસ્તુની સાચીકિંમત એના મોંઢે બોલવા દો, અને પછી એની બોલેલી કિંમતની 
આજુબાજુનો કોઇ પણ આંકડો પાડી દો.તમેજો ડાહ્યા થઇ ને પહેલાજ સાચી કિંમત જાહેર કરશો તો 
"તમે છેતરાયા" એવુ પ્રમાણપત્ર આપશે અથવાએના માટે તમે"કાયમ હલકી વસ્તુલાવો છો" 
એ વાત પર મામલો બીચકશે

39. 
ઓફિસેથી ઘેર પાછા આવતા પહેલા મોબાઇલના ઇન બોક્સમાંથી SMS ડીલીટ કરીને આવો., 

શક્ય હોય તો મોબાઇલનુ રીસન્ટકોલ લીસ્ટ પણ ડીલીટ કરીને ઘેર આવો
.