ગરબડ ન કર

Husband - WIFE


સ્વીટ હાર્ટ ! ઈંગ્લીશમાં તું બડબડ કર,
હાય ને હાય હાય મહીં ગરબડ કર.
બિલ્લીની માફક મને નડનડ કર,
શ્વાન સમજીને મને હડહડ કર.
હાસ્ય તારું ભયજનક લાગે મને,
મેઘલી રાતે કદી ખડખડ કર.
પ્રેમની ટપલીને ટપલી રાખ તું,
વ્યાપ વિસ્તારીને તું થપ્પડ કર.
કાલે મારો પગ છૂંદ્યો તેં હીલ વડે,
જગા પર તું હવે અડઅડ કર.
ધૂળ જેવી જિંદગી છે આપણી,
એમાં રેડી આંસુડાં કીચડ કર.
-રઈશ મનીઆર

No comments: