Tips For Life Time

*    થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે.... અને થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે.!!

*    ધુળ જેવી છે જીંદગી આપણી.....આંસુડા રેડી એમાં કિચ્ચડ ના કર.!!!

*    કાયદાનું શિક્ષણ મેં એટલી સારી રીતે હાંસલ કયું કે કાયદાનો અભ્યાસ પુરો થયા પછી મેં મારી કોલેજ પર દાવો માંડ્યો અને મારી સઘળી ટ્યુશન ફી પાછી મેળવી....

*    સંતાનને સારા સંસ્કાર આપવા ગમે તેટલા પ્રયાસ કરો.....આખરે તો મા-બાપને અનુસરશે!!!
 
*    બરફ જેવી છે જીંદગી... જેનો ભુતકાળ પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી....
 
*    પ્રશ્નો તો રહેવાના . સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે...અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે, પણ શું કરીએ?!!!
 
*    ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે... પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર એકી સાથે ખરીદી ના શકે; અને જે ખરીદી શકે છે તે શેઠ તેને ઊપાડી ના શકે.
 
*    કેટલાક લોકોનું દિલ દરિયા જેવું વિશાળ હોય છે..જેમાં એક ચકલું પોતાની તરસ ના છિપાવી શકે!!!
 
અને છેલ્લે....
*    શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય........તે મોત..
   ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે ...........તે મોક્ષ!!

No comments: